Skip to main content

Posts

Featured

એકાદ એવી યાદ

-- એકાદ એવી યાદ તો છોડી જવી હતી છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી -- કોઈ સ્મિતે સ્મિતે સળગે છે કોઈ રડીને દિલ બહેલાવે છે કોઈ ટીપે ટીપે તરસે છે કોઈ જામ નવા છલકાવે છે સંજોગના પાલવમાં છે બધું દરિયાને ઠપકો ના આપો એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે -- દર્દને ગાયા વિના રોયા કરો જિંદગી માણ્યા વિના ખોયા કરો બીક લાગે કંટકોની જો સતત ફૂલને ચૂંથો નહીં, જોયા કરો --ચાંદનીની રાહ એ જોતું નથી આંગણું એકાંતને રોતું નથી રાત પાસે આગિયા પણ હોય છે એકલું અંધારું કાંઈ હોતું નથી

Latest Posts

હસો અને હસાવો

Well Come ....